થાણેમાં ગણેશ મૂર્તિ વિસર્જન માટે ફરતાં વાહનમાં વ્યવસ્થા કરાય

થાણેમાં ગણેશ મૂર્તિ વિસર્જન માટે ફરતાં વાહનમાં વ્યવસ્થા કરાય

મુંબઈઃ થાણે મ્યુનિસિપલ વિસ્તારમાં આ વર્ષે ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરવા માટે 6 મોબાઇલ (ફરતી) વિસર્જન વ્યવસ્થા ગોઠવવામાં આવશે. તેમાં સિસ્ટમ ધરાવતી ટ્રક નક્કી કરાયેલાં સમયે અલગ-અલગ જગ્યાએ જશે. તે ટ્રકની ટાંકીમાં ગણેશની મૂર્તિઓનું વિસર્જન કરી શકાશે. બાંધકામ વિભાગ, પર્યાવરણ વિભાગ અને ઘન કચરા વિભાગ વિસર્જનની વ્યવસ્થાનું આયોજન કર્યું છે. જેમાં 09 વિસર્જન ઘાટ, 15 કૃત્રિમ તળાવ, 10 મૂર્તિ સ્વીકૃતિ કેન્દ્રો અને 49 સ્થળોએ ટાંકી વિસર્જન વ્યવસ્થા કરવામાં આવી છે.

વિસર્જન વ્યવસ્થાની માહિતી વેબસાઇટ પર ઉપલબ્ધ થશે

મોબાઈલ વિસર્જન વ્યવસ્થાના કારણે નાગરિકોને વિસર્જનની વધુ એક સુવિધા ઉપલબ્ધ થશે. મ્યુનિસિપલ કોર્પોરેશન થાણેમાં ગણેશોત્સવને વધુ પર્યાવરણને અનુકૂળ બનાવવાના પ્રયાસો કરી રહી છે. આ વર્ષે, આ મોબાઇલ વિસર્જન વ્યવસ્થા ચાર વોર્ડ સમિતિ વિસ્તારોમાં નોપાડા-કોપરી, મજીવાડા-માનપાડા, વાગલે અને વટાર્કનગરમાં ઉપલબ્ધ થશે. વિસર્જન વ્યવસ્થા સાથેનું આ મોબાઇલ વાહન વોર્ડ સમિતિના વિવિધ સ્થળોએ સવારે 12 થી રાતે 10 વાગ્યા સુધી મર્યાદિત સમય માટે ઉપલબ્ધ રહેશે. તેમ જ ટાંકીમાં પણ ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરી શકાય છે. તેમ જ વિસર્જન વ્યવસ્થા સમયપત્રક થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ગણેશોત્સવ પહેલા ખાડામુક્ત રસ્તા

વરસાદે વિરામ લીધો હોવાથી રસ્તા પર પડેલાં ખાડાને રિપેરીંગ કરવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. ફ્લાયઓવર, આનંદનગર, ઓવાળા જેવા કેટલાક વિસ્તારોમાં રસ્તાઓને ભારે નુકસાન થયું છે. જેથી ખાડાઓને તાત્કાલિક ભરવામાં આવી રહયા છે.

15 જગ્યાએ કૃત્રિમ તળાવની વ્યવસ્થા

જેલ તળાવ, મઢવી હાઉસ-રામમારુતિ રોડ, મહાગીરી કોલીવાડા, ટેંબી નાકા, રિજન્સી હાઇટ્સ-આઝાદનગર, લોઢા લક્ઝરી, કામગાર હોસ્પિટલ, કિસન નગર બસ સ્ટોપ, મોડેલા ચેક નાકા, દેવદયા નગર-શિવાઈ નગર ખાતે મૂર્તિ સ્વીકૃતિ કેન્દ્રો છે. જ્યારે 15 જગ્યાએ કૃત્રિમ તળાવોની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત કોપરી, પારસિક રેતી બંદર, રેતીબંદર-1, રેતીબંદર-2-રાણાનગર, ફાસ્ટ ટ્રેક બ્રિજ, બાબાજી પાટીલ વાડી, શંકર મંદિર ઘાટ, કોલશેત, બાલકુમ જેવા 09 સ્થળોએ વિસર્જન ઘાટની વ્યવસ્થા છે.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow