દિવ પોસ્ટલ કર્મચારીની મદદથી દારૂ હેરાફેરીનો ખુલાસો, ઊનામાં એકની ધરપકડ

દિવ/ઊના: ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરો નવી-નવી રીતો અજમાવતાં હોય છે, પરંતુ પોલીસની સતર્કતા પરિણામે આવા પ્રયાસો નિષ્ફળ જાય છે. તાજેતરમાં, દારૂની હેરાફેરી માટે એક બુટલેગરે અનોખો કિમિયો અજમાવ્યો હતો. તેણે દિવના પોસ્ટલ કર્મચારીની મદદથી દારૂને પોસ્ટ ઓફિસના થેલામાં ભરીને ગુજરાત લાવવાનો પ્રયાસ કર્યો હતો. ઊના પોલીસે આ રાચના ભેદ ઉકેલતાં એક શખ્સની ધરપકડ કરી છે.
પોસ્ટલ થેલામાંથી મળી 19 બોટલ વિદેશી દારૂ
મળતી માહિતી અનુસાર, ઊના પોલીસની સર્વેલન્સ સ્ક્વોડને દેલવાડા રોડ પર બાઈક દ્વારા દિવથી દારૂનો જથ્થો લાવવામાં આવતો હોવાની બાતમી મળી હતી. પોલીસે તાત્કાલિક પેટ્રોલિંગ ગોઠવી દીધી હતી. આ દરમિયાન એક બાઈકને અટકાવી તપાસ કરતા બાઈકચાલક નયન જેઠવાના થેલામાંથી પોસ્ટ ઓફિસના માર્કા વાળા થેલામાં છુપાવી રાખેલી વિદેશી દારૂની 19 બોટલ મળી આવી હતી.
પોસ્ટ ઓફિસના કર્મચારીનું નામ ખુલ્યું
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં નયન જેઠવાએ કબૂલ્યું કે આ દારૂ દિવ પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા મયુર ગોહિલની મદદથી લાવવામાં આવ્યો હતો. પોલીસએ બંને સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસની ઝડપી કાર્યવાહી
પોલીસે આરોપી પાસેથી દારૂની બોટલો તેમજ ઉપયોગમાં લેવામાં આવેલી બાઈક કબ્જે લીધી છે અને આગળની કાર્યવાહી શરૂ કરી છે. पोस्टલ વિભાગના કર્મચારીની સંડોવણી થતા અધિકારીઓ પણ સતર્ક બન્યા છે.
What's Your Reaction?






