સૂત્રાપાડા શહેર માં આવેલ નવદુર્ગા મંદિર ખાતે નવ દુર્ગા ગરબી મંડળ પ્રાચીન ગરબા ની રમઝટ

સોમનાથ : ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા શહેરમાં આવેલ નવ દુર્ગા માતાજીનું પ્રાચીન મંદિર આવેલું છે અને તેની બાજુમાં માં એક પુરાણીક સૂર્યમંદિર પણ આવેલૂ છે આ નવદુર્ગાના મંદિરમાં નવદુર્ગા ગરબી મંડળ દ્વારા માં દૂર્ગા ના પ્રાચીન અને જૂની ઢબ એટલે કે આપણી જૂની પરંપરા ચાલી આવતી સંસ્કૃતિ જાળવી રાખવા માટે પ્રાચીન ગરબાની નવદુર્ગા ગરબી મંડળની બાળાઓ દ્વારા ગરબા રમવા ની પરમ પરા આજે પણ ચાલી આવે છે
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા શહેર ની નવદુર્ગા ગરબી મંડળ આ ગરબી મંડળમાં રમતીબાળાવો માં જગદંબાના વિવિધ પ્રકારના સ્વરૂપોમાં અને કાઠીયાવાડીપહેરવેશમાં રાસ રમે છે
ભારતની સંસ્કૃતિ ટકાવવા માટે નવદુર્ગા મંદિરમાં ગરબી મંડળ નો એક વિનમ્ર પ્રયાસ છે નવદુર્ગા ગરબી મંડળની બાળો દ્વારા ગરબા રમી અને વાતાવરણ ને ભક્તિમય બનાવી દે છે નવદુર્ગા મંડળની બાળાઓ દ્વારા નવલા નોરતાની તૈયારીઓ ઘણા લાંબા ટાઈમ થી ચાલી આવતી હોય છે જ્યારે બાળાઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહે છે આ ગરબી મંડળ ની અંદર આયોજક દ્વારા ભારે જમહેનત ઉઠાવવામાં આવે છે આ ગરબી મંડળમાં કોઈપણ જાતનો ભેદભાવ રાખવામાં આવતો નથી આજે પણ આ ગરબી મંડળ પરંપરા છે તે વર્ષોથી ચાલી આવે છે
What's Your Reaction?






