પૂજા ભટ્ટને લઈને, આલિયા ભટ્ટનું નિવેદન ચર્ચામાં

નવી દિલ્હી : બોલિવૂડ કલાકારો સતત કોઈને કોઈ કારણોસર સમાચારમાં રહે છે. ક્યારેક આ કલાકારો ફિલ્મોમાં તેમના પાત્રોને કારણે ચર્ચાનો હિસ્સો બની જાય છે, ક્યારેક સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટને કારણે, તો ક્યારેક તેમના નિવેદનોને કારણે. હવે અભિનેત્રી આલિયા ભટ્ટ પોતાની બહેન અંગેના નિવેદનને કારણે ચર્ચામાં આવી છે.આલિયા ભટ્ટે, તાજેતરમાં એક ઈન્ટરવ્યુ આપ્યો હતો. આ ઈન્ટરવ્યુમાં તેણે જણાવ્યું કે, તે કયા ટીવી શો જોવાનું પસંદ કરે છે. તેણે કહ્યું કે, લોકડાઉન દરમિયાન મને નેટફ્લિક્સ પર ડેટિંગ શો 'ટુ હોટ ટુ હેન્ડલ' જોવાની આદત પડી ગઈ હતી અને હવે આ શો મારા જીવનનો એક ભાગ બની ગયો છે. તમે મને કહી શકો છો કે, તમે આવા શોને બદલે મૂવીઝ જુઓ, જેથી તમે અભિનય વિશે કંઈક શીખી શકો, પરંતુ પ્રમાણિકપણે, હું મારા પગમાં વેક્સિંગ કરાવતી વખતે આ શો જોવાનું પસંદ કરીશ. દિવસના અંતે જ્યારે હું ખૂબ થાકી ગઈ હોઉં, ત્યારે મને આ શો જોવો ગમે છે. મને આ શો જોવાની આદત પડી ગઈ છે.તેણે વધુમાં કહ્યું કે, જ્યારે મારી બહેન પૂજા ભટ્ટ બિગ બોસ ઓટીટીમાં ભાગ લેતી, ત્યારે હું બિગ બોસ જોતી હતી. હું મારા શૂટિંગ અને કામ દરમિયાન બિગ બોસ લાઈવ જોતી હતી. તેથી મને મારી બહેન વિશે નવી વસ્તુઓ જોવા મળી. તેમના વિશેના નવા પાસાઓને સમજવાનો મોકો મળ્યો. તેથી બિગ બોસને લાઇવ જોવું ખૂબ જ સરસ હતું.
આલિયા ભટ્ટ, તેની ફિલ્મો સિવાય તેની અંગત જિંદગીને કારણે ઘણી વાર ચર્ચામાં રહે છે. તે ઘણીવાર તેની પુત્રી રાહા ના કારણે ચર્ચાનો ભાગ બની જાય છે. રાહા બધાનું ધ્યાન આકર્ષિત કરે છે. જ્યારે રણબીર અને આલિયાએ પહેલીવાર તેનો ચહેરો જાહેર કર્યો, ત્યારે ચાહકોએ કહ્યું કે તે તેમના દાદા, દિવંગત અભિનેતા ઋષિ કપૂર જેવો દેખાય છે.
આલિયા ભટ્ટના કામની વાત કરીએ તો તે હાલમાં તેની આગામી ફિલ્મ 'જીગરા'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ 11 ઓક્ટોબરના રોજ રીલિઝ થઈ રહી છે. કરણ જોહર આ ફિલ્મના નિર્માતા છે. 'જીગરા' બાદ આલિયા ભટ્ટ, સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'લવ એન્ડ વોર'માં જોવા મળશે. આ ફિલ્મમાં રણબીર કપૂર અને વિકી કૌશલ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. હવે જોવાનું એ રહેશે કે, આલિયાની ફિલ્મ 'જીગરા' દર્શકોને કેટલો પ્રભાવિત કરવામાં સફળ રહેશે.
What's Your Reaction?






