પ્રધાનમંત્રીશ્રી અને સોમનાથ ટ્રસ્ટના માન.અધ્યક્ષ નરેન્દ્રભાઈ મોદીના 74માં જન્મદિને, સોમનાથમાં ધાર્મિક પૂજન અને જનસેવા નો સંકલ્પ

પ્રધાનમંત્રીશ્રી અને સોમનાથ ટ્રસ્ટના માન.અધ્યક્ષ નરેન્દ્રભાઈ મોદીના 74માં જન્મદિને, સોમનાથમાં ધાર્મિક પૂજન અને જનસેવા નો સંકલ્પ

સોમનાથ:રાષ્ટ્રના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી તેમજ શ્રી સોમનાથ ટ્રસ્ટના માનનીય અધ્યક્ષશ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબના 74 માં જન્મદિવસે, પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ તીર્થમાં ભક્તિમય આયોજનો કરવામાં આવ્યા હતા. તેઓશ્રીના દીર્ઘ આયુષ્ય માટે સોમનાથજીના ચરણોમાં ટ્રસ્ટના પૂજારીશ્રી ટ્રસ્ટ પરિવાર અને તીર્થ પુરોહિતો દ્વારા મહામૃત્યુંજય મંત્રના આયુષ્ય મંત્રજાપ, સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો દ્વારા પુરુષસુક્તના પાઠ, ગૌપુજન, મહાદેવની મહાપૂજા, 74 કિલોના લાડુનો ભોગ, સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું.

સોમનાથ મંદિરમાં મહામૃત્યુંજય આયુષ્ય મંત્રજાપ, મહાપૂજા, પુરુષસુક્તના પાઠ, ગૌ પૂજન અને 74 કિલોના લાડુનો ભોગ લગાવવામાં આવ્યો અને

સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભોગ લગાવેલ 74 કિલોના લાડુનું દિવ્યાંગ ગૃહમાં વિતરણ કરવામાં આવ્યું હતું.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow