ગણેશ વિસર્જન ના દિવસે 11 જીદગીમાં નવર્સજન: સૌથી નાની 9 વર્ષની બાળકીના હાથનું દાન અને સૌથી નાની ઉંમર 15 વર્ષના બાળકીના હાથ નું ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની દેશની સૌ પ્રથમ ઘટના

જય શાહ
મુંબઈ: મુંબઈ સુરત સહિત દેશભરમાં ગણેસોત્સવના છેલ્લા દિવસે બાપ્પાના વિસર્જનના માહોલ વચ્ચે 11 જીદગી નવર્સજન પામતા આ પરિવારોમાં બાપ્પાની કુપા વરસી છે. એક તરફ ગણેશ વિસર્જનમાં પોલીસ બંદોબસ્ત રોકાયેલો હોવા છતાં ગુજરાતના સુરત શહેર પોલીસ દ્વારા ફેફસા, હાથ, હૃદય, લીવર અને કિડની સમયસર જુદા જુદા શહેરોમાં પહોચડવા માટે એક જ દિવસે 5 ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત હાથનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈ ની રહેવાસી 15 વર્ષીય બાળકીમાં મુંબઈ ની ગ્લોબલ હોસ્પિટલમાં કરવામાં આવ્યું.
રતના ડોનેટ લાઈફ સંસ્થાના સ્થાપક નીલેશ માંડલેવાલાએThe journalists ને જણાવ્યું હતું કે, સૌથી નાની 9 વર્ષની બાળકીના હાથનું દાન અને સૌથી નાની ઉંમર 15 વર્ષના બાળકીના હાથનું ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની દેશની સૌ પ્રથમ ઘટના બની છે. ગણેશ વિસર્જનનો બંદોબસ્ત હોવા છતાં ફેફસા અને હાથ સમયસર હવાઈ માર્ગે હૈદરાબાદ અને મુંબઈ પહોંચાડવા માટે કિરણ હોસ્પિટલ થી સુરત એરપોર્ટ સુધીના માર્ગનો, હૃદય સ્મીમેર હોસ્પિટલ થી મહાવીર હોસ્પિટલ પહોચાડવા તેમજ લીવર અને કીડની રોડ માર્ગે અમદાવાદ સમયસર પહોચાડવા માટે કામરેજ સુધીના માર્ગ નો ગ્રીન કોરીડોર સુરત શહેર પોલીસ દ્વારા બનાવવામાં આવ્યો હતો. આમ બ્રેઈન ડેડ 40 વર્ષના શીપુલ મંડલના કિડની, લિવર, અને હૃદય નું દાન તેમજ 9 વર્ષની બ્રેઈનડેડ રીયા બોબી મિસ્ત્રીના કિડની, લિવર, ફેફસા, હાથ અને ચક્ષુઓનું દાન મંડલ અને મિસ્ત્રી પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી દાન કરી અગિયાર વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી.
મુંબઈની દીકીરીને એક હાથ ટ્રાન્સપ્લાન્ટ કરાયો
દાન માં મેળવવામાં આવેલા હાથનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈ ની રહેવાસી 15 વર્ષીય બાળકી માં મુંબઈની ગ્લોબલ હોસ્પીટલમાં કરવામાં આવ્યું. આ દીકરી ધોરણ 11 માં અભ્યાસ કરે છે. બે વર્ષ પહેલા ઈલેક્ટ્રીક કરંટ લાગવાને કારણે તેનો એક હાથ કાપી નાંખવો પડ્યો હતો. સુરત થી ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા સૌથી નાની ઉંમર ની બાળકીના હાથનું દાન અને સૌથી નાની ઉંમર ના બાળકીના હાથ નું ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની દેશની આ સૌ પ્રથમ ઘટના છે.
શું બની હતી ઘટના
પ્રથમ ઘટનામાં પશ્ચિમ બંગાળના મૂળ રહેવાસી અને હાલમાં ગામ સાંકી, કડોદરા, સુરત મુકામે રહેતો અને સાંકી ગામ પાસે એક કંપનીમાં પ્રિન્ટીંગ મશીન ઓપરેટર તરીકે ફરજ બજાવતો શીપુલ મંડલ 14 સપ્ટેમ્બરના તેના મિત્ર સાથે ડિંડોલી ખાતે ગણપતિ જોવા ગયો હતો. ત્યારે ચલથાણ નહેર થી ડિંડોલી તરફ જતા નહેર વાળા રસ્તા પર, ઈન્ડીયન પેટ્રોલ પંપ પાસે સ્પીડ બ્રેકર આવતા, બ્રેક મારવાને કારણે એકટીવા સ્લીપ થઈ ગઈ હતી, જેને કારણે શીપુલ ને માથામાં ગંભીર ઈજાઓ થવાથી તે બેભાન થઈ ગયો હતો. તેને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી, નિદાન માટે સીટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ અને મગજમાં સોજો હોવાનું નિદાન થયું હતું. 16 સપ્ટેમ્બર ના રોજ મેડીકલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. જીતેન્દ્ર દર્શન, સર્જરી વિભાગના વડા ડૉ. અર્ચના નેમા, ન્યુરોસર્જન ડૉ. દીપેશ કક્કડ, આરએમઓ ડૉ. આનંદ પટેલ એ શીપુલ મંડલને બ્રેઈનડેડ જાહેર કર્યો.
બીજી ઘટનામાં વલસાડમાં નર્મદા, તીથલ રોડ, ખાતે રહેતી અને પારડીમાં આવેલ શ્રી વલ્લભ આશ્રમ શાળામાં ધોરણ 4 માં અભ્યાસ કરતી 9 વર્ષની રીયાને શુક્રવાર 13 સપ્ટેમ્બરના સાંજે પાંચ કલાકે વોમીટીંગ થતા તેની તબિયત બગડતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. એ પછી 16 સપ્ટેમ્બર ના રોજ ન્યુરોસર્જન ડૉ. ભૌમીક ઠાકોર, ન્યુરોફીઝીશયન ડૉ. હીના ફળદુ, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ. દર્શન ત્રિવેદી, મેડીકલ ડાયરેક્ટર ડૉ. મેહુલ પંચાલે રીયાને બ્રેઈનડેડ જાહેર કરી. રિયાને બ્રેઈનડેડ જાહેર કરી હતી.
શું કહ્યું ઓર્ગન ડોનેટ કરનારા પરિવારજનોએ?
રિયાના માતા – પિતા એ જણાવ્યું કે, અમારી પુત્રી બ્રેઈન ડેડ છે, શરીર રાખ જ થઈ જવાનું છે, ત્યારે તેના જેટલા પણ અંગોનું દાન થઈ શકતું હોય તે બધા જ અંગોનું દાન કરાવીને અંગ નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપવા માટે આપ આગળ વધો. ઉલ્લેખનીય છે કે, વલસાડના જાણીતા ગાયનેકોલોજિસ્ટ ડૉ. ઉષાબેન મઈશેરી રીયા ની પાલક માતા છે,
શીપુલની ધર્મ પત્ની સવિતા એ જણાવ્યું કે, અમે ખુબ જ સામાન્ય પરિવારના છે, અમે જીવનમાં કોઈ ચીજવસ્તુ નું દાન કરી શકીએ તેમ નથી. આજે મારા પતિ બ્રેઈન ડેડ છે, ત્યારે તેમના જેટલા પણ અંગોનું દાન થઈ શકતું હોય તે દાન કરાવી ને અંગ નિષ્ફતાના દર્દીઓને નવજીવન આપવા માટે આપ આગળ વધો.
What's Your Reaction?






