સુરતની સિવિલ હોસ્પિટલના ટોયલેટમાંથી મળ્યા બે ભૃણ

સુરતની સિવિલ હોસ્પિટલના ટોયલેટમાંથી મળ્યા બે ભૃણ

સુરત:સુરતની નવી સિવિલ હોસ્પિટલના ટોયલેટમાંથી બે ભૃણ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. સારવાર માટે આવેલી મહિલાને અચાનક બ્લિડિંગ શરૂ થયા બાદ ગર્ભપાત થયો હતો. જો કે, ટોયલેટમાંથી ભૃણ મળી આવતાં ક્યા કારણોસર મીસ કેરેજ થયું અને ગર્ભ કેવી રીતે બહાર આવી ગયા તે અંગે સવાલો ઉભા થઈ રહ્યાં છે.

સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડના ટોયલેટમાંથી અધૂરા માસે બે ભૃણ મળી આવ્યા હતાં. આશરે 4 મહિનાના બે બાળકોના ભૃણ મળી આવ્યા હતાં.ડિંડોલી વિસ્તારમાં રહેતી 27 વર્ષીય મહિલા સારવાર માટે સિવિલ હોસ્પિટલ આવી હતી. તેણીને વહેલી સવારે ટોયલેટ ગઈ ત્યારે બ્લડિંગ થતા ગર્ભપાત થયો હોવાનું સામે આવ્યું છે.

સમગ્ર બનાવ અંગે સિવિલ હોસ્પિટલના આરએમઓ ડો. કેતન નાયકે કહ્યું કે, મહિલાને હાલ સારવાર આપવામાં આવી રહી છે. મને મળેલી માહિતી પ્રમાણે મહિલાને અચાનક દુઃખાવા અને બ્લિડિંગ થયું હતું. ત્યારબાદ આ ઘટના બની હતી. જેવી મેડિકલ સ્ટાફને ખબર પડી કે તેઓ તાત્કાલિક ત્યાં જઈને મહિલાને સારવાર માટે વોર્ડમાં લઈ આવ્યા છે. હાલ તેણીની સારવાર ચાલું છે. મહિલાને કયા કારણોસર અર્બોશન થયુ એ તપાસનો વિષય છે.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow