અમરેલી નગરના મુખ્ય માર્ગો પર પદ યાત્રા - લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા જિલ્લા કલેક્ટર

અમરેલી/અમદાવાદ, ગુજરાતની વિકાસ યાત્રાને અવિરત શરુ રાખી નાગરિક પ્રથમના અભિગમ સાથે લોકાભિમુખ અને સક્રિય શાસનના પગલાના ભાગરુપે સમગ્ર ગુજરાતમાં વિકાસ સપ્તાહ-2024ની ભવ્ય ઉજવણી હાથ ધરવામાં આવી છે. વિકાસ સપ્તાહ ઉજવણીના ભાગરુપે અમરેલી સ્થિત રાજમહેલ થી રાજકમલ ચોક, ટાવર ચોક, સેન્ટર પોઈન્ટ સુધી વિકાસ પદયાત્રા-2024ને લીલી ઝંડી આપીને અમરેલી જિલ્લા કલેક્ટર અજય દહિયા, જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા, નિવાસી અધિક કલેક્ટર દિલીપસિંહ ગોહિલ દ્વારા વિકાાસ પદયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યુ હતુ. વિકાસ પદયાત્રા-2024માં અમરેલી નગરપાલિકાના પદાધિકારીઓ, વિવિધ સ્થાનિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, પોલીસ જવાનો, નાગરિકો, જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને જિલ્લા કક્ષા રમત સ્કુલના ખેલાડીઓ સહિત જોડાયા હતા. અમરેલી નગરપાલિકાના સ્થાનિક પદાધિકારીઓ, અમરેલી લાયન્સ ક્લબ ઓફ સહિત વિવિધ સ્થાનિક સંસ્થાઓના પ્રતિનિધિઓએ ભારતના ‘રતન’, ભારત ઉદ્યોગ જગતના સફળ ઉદ્યોગપતિ અને શ્રદ્ધેય સ્વ.રતન ટાટાને ભાવસભર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.‘વિકાસ સપ્તાહ’ની ઉજવણીના ભાગરુપે અમરેલી સેન્ટર પોઈન્ટ ખાતે દેશભક્તિના રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. હામાપુર એલ.કે.બાબરિયા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ ગુજરાતની ગૌરવગાથાને વર્ણવતી સાંસ્કૃતિક કૃતિ પ્રસ્તુતિ કરીને ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. અમરેલી માણેકપરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પરંપરાગત પહેરવેશમાં લોકનૃત્યની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. અમરેલી જીજીબેન ગર્લ્સ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ ‘મધુરાષ્ટકમ’ કૃતિની પ્રસ્તુતિ કરી ઢળતી સાંજના વાતાવરણને ભક્તિમય બનાવ્યુ હતુ.
What's Your Reaction?






