વેરાવળમાં આહીર સમુદાય આયોજીત નવરાત્રી મહોત્સવ આકર્ષક નું કેન્દ્ર ,એકીસાથે 12 હજાર થી વધુ આહીર-આહીરાણીઓ પરંપરાગત પરિધાન સાથે ગરબે ઘૂમ્યા.

વેરાવળમાં આહીર સમુદાય આયોજીત નવરાત્રી મહોત્સવ આકર્ષક નું કેન્દ્ર ,એકીસાથે 12 હજાર થી વધુ આહીર-આહીરાણીઓ પરંપરાગત પરિધાન સાથે ગરબે ઘૂમ્યા.

સોમનાથ : ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળ ખાતે આહીર સમુદાયના ભવ્ય નવરાત્રી મહોત્સવ માં એકીસાથે 12 હજાર થી વધુ આહીર-આહીરાણી ઓ પારંપરિક પરિધાન સાથે માં આદ્ય શક્તિ ની આરાધના સમાન ગરબે ઘૂમતા આકર્ષક નું કેન્દ્ર બન્યા તો આહીર સમાજ ના મહેમાન બની પધારેલા રાજભા ગઢવી આ દ્રશ્ય જોઈ પોતે સ્ટેજ પર આવી આહીર સમુદાય ના ઉજળા ઇતિહાસ સાથે રાસ ગરબા ની રમઝટ બોલાવતા ઉત્સાહસભર માહોલ સર્જાયો હતો.

વેરાવળ બાયપાસ સ્થિત આહીર સમાજ ની વિશાળ વાડી ના પ્રાંગણ માં આહીર સમાજ ના યુવાનો દ્વારા વડીલો ના માર્ગદર્શન હેઠળ નવરાત્રી મહોત્સવ ઉજવવામાં આવે છે જેમાં વેરાવળ સોમનાથ શહેર ઉપરાંત, વેરાવળ, તાલાલા, અને સુત્રાપાડા તાલુકા માંથી આહીર સમાજ ના પરિવારો ઉત્સાહભેર જોડાય છે.

ગત રાત્રી ના આહીર સમાજ ના નવરાત્રી મહોત્સવ માં જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, લોક સાહિત્યકાર રાજભા ગઢવી સહિત અનેક સમાજ શ્રેષ્ઠીઓ મહેમાન બન્યા હતા ત્યારે આહીર સમુદાય ના ભાઈઓ બહેનો ને પોતાના પારંપરિક પરિધાન સાથે માતાજી ના ગરબે ઘૂમતા જોઈ આકર્ષક નું કેન્દ્ર બન્યા હતા અને આહીર સમાજ ના નવરાત્રી મહોત્સવ માં મહેમાન બની પધારેલા લોક સાહિત્યકાર રાજભા ગઢવી એ પણ રાસ ગરબા ની રમઝટ બોલાવી હતી.

અંદાજે 12 હજાર થી વધુ આહીર-આહીરણીઓ પરંપરાગત પરિધાન સાથે આહીર સમાજના વિશાળ પ્રાંગણ માં માં આદ્ય શક્તિ ની આરાધના કરતા ગરબે ઘૂમતા અનેરા આકર્ષક નું કેન્દ્ર બન્યા હતા.

નવરાત્રી મહોત્સવ માં આહીર સમાજ ના અગ્રણી હીરા જોટવા, હમીર બારડ, અમુ સોલંકી, મેરુ પંપાણીયા, નરેન્દ્ર જોટવા, એડવોકેટ હમીરભાઈ વાળા, હીરા રામ, વેજા વાળા સહિત જ્ઞાતિ શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સમાજ ના યુવાનો ને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow