જામનગરના જૂના એસ.ટી. બસ સ્ટેન્ડને આજથી જમીનદોસ્ત કરવાનો થયો પ્રારંભ

જામનગર :જામનગર શહેરમાં પરિવહન ક્ષેત્રે નવા અધ્યાયની શરૂઆત થઈ ગઈ છે, કારણ કે શહેરના જૂના એસ.ટી. બસ સ્ટેન્ડને આજે બુધવારથી જમીનદોસ્ત કરવાની કામગીરીને સત્તાવાર રીતે આરંભ આપવામાં આવ્યો છે.
રાજ્ય સરકાર દ્વારા શહેરમાં અદ્યતન સુવિધાઓથી સજ્જ નવું એસ.ટી. બસ ટર્મિનલ બનાવવા માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ નવી સુવિધાઓથી જામનગરની જનતાને આધુનિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમનો લાભ મળશે.
હાલ માટે, પ્રદર્શન મેદાન ખાતે હંગામી બસ ડેપો શરૂ કરવામાં આવ્યો છે જેથી મુસાફરોને મુશ્કેલી ન પડે અને ટ્રાન્સપોર્ટ સેવાઓ યથાવત્ રહે.
જૂના બસ સ્ટેન્ડ ખાતે આજે સવારથી જ ડિમોલિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. હિટાચી જેવી અદ્યતન મશીનો સાથે પાડી તોડ શરૂ કરવામાં આવી છે અને તબક્કાવાર રીતે સમગ્ર સ્ટ્રક્ચર દૂર કરવાની કામગીરી ચાલી રહી છે.
રાજ્ય સરકારના આ પગલાંથી શહેરના પ્રવાસન અને પરિવહન ક્ષેત્રે નવો યુગ શરૂ થશે અને આવનારા સમયમાં નવું બસ સ્ટેન્ડ એક મહત્વપૂર્ણ લૅન્ડમાર્ક બનશે તેવી આશા છે.
What's Your Reaction?






