ડમ્પિંગ ગ્રાઉન્ડ અને ગટર યોજના આરક્ષણ સામે ગ્રામજન્ય રહીશોનો ભારે આક્રોશ: ગ્રામજનો દ્વારા પેપર નોટિસ સળગાવીને આંદોલન

ડમ્પિંગ ગ્રાઉન્ડ અને ગટર યોજના આરક્ષણ સામે ગ્રામજન્ય રહીશોનો ભારે આક્રોશ: ગ્રામજનો દ્વારા પેપર નોટિસ સળગાવીને આંદોલન

વસઈ:વસઈના ગાસ ગામમાં ડમ્પિંગ ગ્રાઉન્ડ અને સિવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે રિઝર્વેશનને લઈને નાગરિકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. આ આરક્ષણના વિરોધમાં ગાસ ગામના નાગરિકોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. આરક્ષણની પેપર નોટિસ સળગાવીની હોળી કરીને ઉગ્ર વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે.

વસઈ-વેસ્ટના ગાસ ગામ વિસ્તારમાં આવેલું છે આ વિસ્તાર વસઈ તાલુકના મધ્ય ભાગમાં છે. મ્યુનિસિપલ કોર્પોરેશને 29 જાન્યુઆરીએ સુચના પ્રસિદ્વ કરી હતી. આ નોટિફિકેશન મુજબ આ રિઝર્વેશન ગાસ ગામમાં મૂકવામાં આવ્યો છે. 13 એકર પર સિવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને 27 એકર જગ્યા પર ડમ્પિંગ ગ્રાઉન્ડ માટે પ્રસ્તાવિત કરવામાં આવી છે. નવા સુધારા મુજબ ડમ્પિંગ ગ્રાઉન્ડને અડીને આવેલા સ્પેશિયલ ડેવલપમેન્ટ ઝોન (એસડીઝેડ) નો પણ પ્રસ્તાવિત કર્યો છે. અહીંના નાગરિકો આરક્ષણના મુદ્દે આક્રમક બન્યા છે. જો આવા પ્રકલ્પ ઉભો કરવામાં આવશે તો આ વિસ્તારમાં વિવિધ પ્રકારની સમસ્યાઓ ઉભી થશે.

આ આરક્ષણના મુદ્દે ગાસ વિસ્તારના નાગરિકો એકઠા થયા હતા. આ સમયે તેમણે ગાસનો ગ્રીન બેલ્ટ નષ્ટ કરીને અહીં અનેક સમસ્યાઓ સર્જાવાનો ભય વ્યક્ત કરવામાં આવ્યો હતો. જેથી આ વિસ્તારના રિઝર્વેશનને અન્ય સ્થળે ખસેડવામાં આવે એવી નાગરિકોની માગણી છે. બીજી તરફ આ વિસ્તારમાં જે દસ્તાવેજો પર અનામતની નોંધ કરવામાં આવી છે તેની પ્રતિકાત્મક હોળી કરીને તેઓએ પોતાનો વિરોધ દર્શાવ્યો છે.

આ પહેલા, નાલાસોપારા-ઈસ્ટના અગ્રવાલ નગરીમાં ડમ્પિંગ ગ્રાઉન્ડ અને સિવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે જમીન આરક્ષિત હતી. તેના પરની 41 ઈમારતો મહાનગરપાલિકા દ્વારા તોડી પાડવામાં આવી હતી. જો કે શહેરની મધ્યમાં આવેલ ગાસ ગામને આ જગ્યા પર રિઝર્વેશન આપવામાં આવ્યું હોવાથી નાગિરકોએ રોષ વ્યક્ત કર્યો છે. અહીંના રહીશ રોનાલ્ડ ગોમ્સે આરોપ લગાવ્યો છે કે, ગાસમાં રિઝર્વેશન મૂકીને ગ્રીન બેલ્ટને નષ્ટ કરવાનું સરકારનું આ કાવતરું છે. હાલમાં અમે ગામડે સભાઓ યોજીને જનજાગૃતિ કરી રહ્યા છીએ અને વિવિધ સ્તરેથી તેનો વિરોધ થઈ રહ્યો છે. તેમ જ ગાસ, ચુલને, આચોલે, સનસિટીના વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાતી હોય છે અને ફરીથી આ પ્રકારનું રિઝર્વેશન ઉમેરીને અહીં સમસ્યા વધારવાનું કામ કરવામાં આવી રહયું છે. અહીંના નાગરિકોએ ચેતવણી આપી છે કે, જો રિઝર્વેશન દૂર કરવામાં નહીં આવે તો તેની સામે મોટા પ્રમાણમાં તીવ્ર વિરોધ કરવામાં આવશે. આ ગાસ ગામમાં આરક્ષણ અપાયું હોવાના કારણે જનઆંદોલન શરૂ થયું છે. આ વિષય પર ભૂતપૂર્વ અને વર્તમાન ધારાસભ્યે પણ આ આરક્ષણ સામે વિરોધ કર્યો છે.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow