નાની બહેનને કરાતાં લાડ જોઈ શકતો નહોતો: 13 વર્ષના છોકરાએ તેની જ ૬ વર્ષની મામાની છોકરીની હત્યા કરી

નાલાસોપારા- નાલાસોપારામાં ૬ વર્ષની બાળકીની હત્યાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. તેના 13 વર્ષના ફઈના છોકરાએ ગળું દબાવીને અને માથામાં પથ્થર મારીને હત્યા કરવામાં આવી હતી. બધા સંબંધીઓ બહેનને લાડ કરતા હતા. પોલીસનું કહેવું છે કે તે તેને સહન ન થતાં તેણે હત્યા કરી હતી.
૩૩ વર્ષના ફરિયાદી મોહમ્મદ સલમાન મોહમ્મદ રમઝાન ખાન નાલાસોપારા-ઈસ્ટના શ્રીરામ નગરમાં રહે છે. તેમને બે દીકરીઓ છે. નાની બાળકી ૬ વર્ષની છે. તેની બહેન પણ ઘરની સામે રહે છે. શનિવારે બપોરે તેઓ તેમની દીકરી શિદ્રાખાતુનને કામ પતાવીને સ્કુલેથી લઈને આવ્યા હતા. તે સાંજે ઘરની બહાર રમતી હતી. પરંતુ, લાંબા સમય બાદ પણ તે પરત ન આવતા તેમણે તેની શોધખોળ શરૂ કરી હતી. ત્યાર બાદ તમામ સંબંધીઓએ વિસ્તારના સીસીટીવી તપાસ કર્યા હતા. એક કંપનીના સીસીટીવી કેમેરામાં ખાનનો 13 વર્ષનો ભત્રીજો તેને લઈ જતો દેખાયો હતો. તેની પૂછપરછ કરતાં તેણે કહ્યું કે તે પહાડોમાં રમવા ગયો હતો ત્યારે બે અજાણ્યા શખ્સોએ શિદ્રાખાતુનની હત્યા કરી હતી. ગભરાયેલો પરિવાર રાતે સાડા અગિયાર વાગ્યે પોલીસ સ્ટેશને આવ્યો હતો. પોલીસને મધરાત્રે ડુંગરાળ વિસ્તારમાં તપાસ કરતાં શિદ્રાખાતુનનો મૃતદેહ મળી આવ્યો હતો.
બહેનને કરતાં લાડ સહન કરી શક્યો ન હોવાથી હત્યા
પોલીસે 13 વર્ષની બાળકીની કડક રીતે પૂછપરછ કરી હતી. તેની વાતોમાં શંકા જોવા મળી હતી. વધુ તપાસમાં તેણે શિદ્રાખાતુનની હત્યા કરી હતી. તે તેને પહાડોમાં રમવા લઈ ગયો અને તેની હત્યા કર્યાની કબૂલાત કરી હતી. આ અંગે માહિતી આપતાં પેલ્હાર પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર જિતેન્દ્ર વાનકોટીએ જણાવ્યું કે, શિદ્રાખાતુનને બધાને પ્રિય હતી. બધા સંબંધીઓ તેને લાડ લડાવતા હતા. આરોપીની ઉંમર 13 વર્ષ છે અને મૃતક શિદ્રાખાતૂનનો ફઈનો દીકરો છે. બાળકીને જે સ્નેહ આપવામાં આવી રહ્યો હતો તે જોઈ શકતો ન હતો. એથી ગુસ્સે થઈને, તે તેને નજીકના ડુંગર પર લઈ ગયો અને તેનું ગળું દબાવી દીધું હતું. આ પછી તેના માથા પર પથ્થર મારીને તેની હત્યા કરવામાં આવી હતી. પોલીસ ઈન્સ્પેક્ટર (ક્રાઈમ) દિલીપ રાઠે માહિતી આપી હતી કે, અમે બાળકનો કબજો લઈ લીધો છે અને તેને સોમવારે જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે.
What's Your Reaction?






