રાષ્ટ્રપતિ મુર્મુ અલ્જીરિયામાં ભારતીય સમુદાયને મળ્યા, કહ્યું- તમે ભારતના સાચા રાજદૂત છો

રાષ્ટ્રપતિ મુર્મુ અલ્જીરિયામાં ભારતીય સમુદાયને મળ્યા, કહ્યું- તમે ભારતના સાચા રાજદૂત છો

અલ્જિયર્સ, નવી દિલ્હી : ભારતીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ, અલ્જીરિયાની રાજધાની અલ્જિયર્સમાં ભારતીય સમુદાયના સ્વાગત સમારોહમાં ભાગ લીધો હતો. રાષ્ટ્રપતિએ કહ્યું કે, તમે ભારતના સાચા રાજદૂત છો. અલ્જેરિયામાં ભારતીય સમુદાય, આપણા દેશના હિતો અને સોફ્ટ પાવરને આગળ વધારવાનો સેતુ છે. રાષ્ટ્રપતિ મુર્મુ રવિવારે અહીં પહોંચ્યા હતા.

આ માહિતી ભારતીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના ઓફિશિયલ 'એક્સ' એકાઉન્ટ પર શેર કરવામાં આવેલી સચિત્ર પોસ્ટમાં આપવામાં આવી છે. તેમણે કહ્યું કે, તમારામાંથી દરેક પોતાની અંદર આપણી પ્રાચીન ભૂમિના મૂલ્યો અને સંસ્કૃતિને વહન કરે છે. જ્યારે પણ તમે અલ્જીરિયન વ્યક્તિને મળો છો, ત્યારે તમે તેને ભારતની ભાવનાનો પરિચય કરાવો છો. ભારત સરકાર અને ભારતીય સમાજે હંમેશા, વિદેશમાં ભારતની સ્થિતિ અને પ્રતિષ્ઠા વધારવામાં ભારતીય સમુદાયના યોગદાનની કદર કરી છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, તેમની ત્રણ દેશોની મુલાકાતના પ્રથમ ચરણમાં ગઈકાલે અલ્જીરિયા પહોંચ્યા હતા. ભારતીય રાષ્ટ્રપતિની અલ્જીરિયાની આ પ્રથમ મુલાકાત છે. અલ્જેરિયાના રાષ્ટ્રપતિ અબ્દેલમદજીદ તેબ્બુને, એરપોર્ટ પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. અલ્જેરિયા સરકારના મંત્રીમંડળના અન્ય સભ્યો પણ હાજર હતા.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow