સુરતમાં લાખો ઉત્તર ભારતીયોએ સૂર્યનારાયણની કરી પૂજા

સુરતમાં લાખો ઉત્તર ભારતીયોએ સૂર્યનારાયણની કરી પૂજા

Gujarat : ઉત્તર ભારતીયોમાં છઠપૂજાનું અનેરું મહત્ત્વ છે, ત્યારે ગુજરાતમાં પણ આ પર્વનું મહત્ત્વ વધ્યું છે. ગુજરાતમાં ઠેર ઠેર વસતા ઉત્તર ભારતીયો દ્વારા છઠપૂજાની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી રહી છે.સુરતમાં સૌથી વધુ 7 લાખ લોકો દ્વારા ભગવાન સૂર્યનારાયણને અર્ધ્ય આપવામાં આવ્યું હતું.ઉત્તરપ્રદેશ ,બિહાર તેમજ અન્ય રાજ્ય માંથી આવીને અહીં રોજી રોટી માટે આવી વસેલા છે. ઉત્તર ભારતીયનો, સૌથી પ્રવિત્ર તહેવાર ગણાતા છઠ્ઠ પૂજા છેલ્લા કેટલાક વર્ષથી અહીં ધામધૂમથી ઉજવતા જોવા મળે છે જેને કારણે અહીં દિવાળી બાદ પણ દિવાળી જેવો માહોલ જોવા મળે છે.

રાતે લોકોને રહેવાનું હોવાથી ખૂબ દૂરના વિસ્તારમાંથી આવતા લોકો ગાદલાં, ઓશીકાં અને સૂવાની વ્યવસ્થા સાથે આવ્યા છે. આખી રાત તેઓ અહીં જાગશે અને ભજન-કીર્તન કરશે. જે લોકો નજીકના વિસ્તારમાં રહે છે તેઓ ઘરે પરત જતા રહ્યા હતા. આખી રાત ગીત અને ભજન જેવા કાર્યક્રમનું આયોજન પણ ઉત્તર ભારતીય સંગઠન દ્વારા કરવામાં આવ્યું છે. આખી રાત કાર્યક્રમ ચાલવાનો હોવાના કારણે મોટી સંખ્યામાં ચુસ્ત પોલીસ-બંદોબસ્ત અને ફાયરબ્રિગડની ટીમો રાખવામાં આવી છે.

બિહાર વિકાસ મંડળના અધ્યક્ષ પ્રભુનાથ પ્રસાદ યાદવે જણાવ્યું કે, સુરત મહાનગરપાલિકા દ્વારા સમગ્ર શહેરમાં 20 સ્થાન ઉપર છઠપૂજા માટેની વ્યવસ્થા કરી છે. આજે લોકો સાંજના સમયે આથમતા ભગવાન દીવાકરની પૂજા કરે છે અને કાલે સવારે જ્યારે સૂર્ય ઉદય થશે, ત્યારે પણ તાપીના તટ પર આવીને ભગવાનની પૂજા-અર્ચના કરશે અને ઉપવાસ રાખશે. આજે સાંજે લોકો પોતાના ઘરે પરત ફરશે અને પરંપરા મુજબ જે કોશી ભરવાની હોય છે તે કોશી ભરશે અને આવતીકાલે પ્રસાદી સાથે ફરીથી તાપી નદીના કિનારે પૂજા કરવા માટે પહોંચી જશે. ઊગતા સૂરજની સામે પારણા કરીને પોતાનો ઉપવાસ પૂર્ણ કરશે.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow