ગુમ થયેલા પેટ્રોલ પંપ માલિકની હત્યાઃ ડ્રાઈવર ફરાર થયો
પ્રીતિ ખુમાણ ઠાકુર
વસઈ: વિરાર ખાતે ચંદનસારમાં આવેલાં પેટ્રોલ પંપના માલિક સોમવારે બપોરે મુંબઈ-અમદાવાદ હાઈવે પર 75 વર્ષના રામચંદ્ર કાકરાણીનો કારમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. તેઓ રવિવાર રાતથી ગુમ હતા. તેમના ડ્રાઇવરે હત્યા કરી હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. આ પ્રકરણે નાયગાંવ પોલીસ 2 ફરાર ડ્રાઈવરોને શોધી રહી છે.
ઉલ્હાસનગરના 75 વર્ષના રહેવાસી રામચંદ્ર કાકરાણી વિરાર-ઈસ્ટના ચંદનસાર ખાતે પેટ્રોલ પંપ ધરાવે છે. રવિવારે રાતે સાડા અગિયાર વાગ્યાના સુમારે તેઓ મેનેજર પાસેથી પંચાસ હજાર લઈને ઘરે આવવા નીકળ્યા હતા. તેની સાથે તેમનો 54 વર્ષનો નિયમિત આવતો ડ્રાઈવર મુકેશ ખુબચંદા પણ હતો. પરંતુ, રામચંદ્ર કાકરાણી ઘરે પહોંચ્યા નહોતા. તેમના દીકરાએ તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. રામચંદ્ર અને ડ્રાઈવર મુકેશ બન્નેના ફોન બંધ થવા લાગ્યા હતા. આ કેસમાં નાયગાંવ પોલીસ સ્ટેશનમાં તે ગુમ થયાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસ તપાસ કરી રહયા હતા એ દરિમયાન, આજે બપોરે, રામચંદ્ર કાકરાણીની ડેડ-બોડી પેલ્હાર પોલીસ સ્ટેશનની હદમાં મુંબઈ-અમદાવાદ હાઈવે પર એક કારમાંથી મળી આવી હતી. તેમનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. ડ્રાઈવર મુકેશ ખુબચંદા ફરાર છે અને તેની શોધ ચાલી રહી છે.
What's Your Reaction?






