ચાતુર્માસને સફળ બનાવવા સ્માઈલીંગ લાઇફ, શાઈનીંગ લાઇફ અને સીંગીંગ લાઇફ બનાવો : પૂ. શ્રી ધીરગુરુદેવ

સુપર સે ઉપર - વ્યાખ્યાન સંગ્રહની લોકાર્પણ વિધિ : તલોદઘાટન, જીવદયામાં લાખોનું દાન ગોંડલ સંપ્રદાયના પૂ. શ્રી ધીરગુરુદેવના ચાતુર્માસ પ્રવેશ પૂર્વે વસંતબેન પ્રવીણચંદ્ર પારેખ પ્રેરિત નવકારશી બાદ કળશ–બેડાધારી બહેનો સહિત શોભાયાત્રા ડુંગર દરબાર, અગ્રસેન હોલમાં સમારોહમાં ફેરવાયા બાદ જૈન ધર્મ સંકુલના મુખ્ય દાતા શ્રી વિનુભાઈ કપાસીના પ્રમુખ સ્થાને શ્રી મેહુલભાઈ ધોળકીયાએ સહુને આવકાર્યા હતા. આ પ્રસંગે પૂ. જયેશ્મુનિજી, પૂ. જૈનમમુનિજી તથા પૂ. ગુણીજી મ. સ., પૂ. સુશીલાજી મ. સ. આદિ ઠાણા તથા ગોંડલ, કલકત્તા, ઈન્દોર, જલગાંવ, ચેન્નઈ, આકોલા, એમ્બીવેલી સિટી, પૂના, વિલે પાર્લે, ઘાટકોપર, કાંદીવલી - મહાવીર નગર, દહીંસર, માટુંગા, તારદેવ, જામનગર, અંધેરી, રાજકોટ, વાપી, સુરત, વડોદરા, સેલવાસ, લીમડી, ધંધુકા, દિલ્હી, જુનાગઢ, કાટકોલા, બાવળા, યોગીનગર, વિરાર, સાયન, લાલપુર, પાળીયાદ વગેરે તેમજ અમદાવાદના વિવિધ સંઘોના ભાવિકોથી ખીચોખીચ હોલ ભરાઈ ગયો હતો. ચાતુર્માસને સફળ બનાવવા
(૧) સ્માઈલીંગ લાઇફ – હસતું જીવન જીવી જાણવું. (૨) શાઈનીંગ લાઇફ - ઝળહળતું જીવન જીવવા માત્ર પોતાનો નહીં બીજાનો પણ વિચાર કરતા રહેવો. ટીકા કરીને બીજાને પાડવાને બદલે ટેકો દઈને ચડાવે તેવું જીવન જીવવું. (૩) સીંગીંગ લાઇફ - ગાતું જીવન, ફરિયાદ વગરનું જીવન, જે મળ્યું, જેવું મળ્યું તે પ્રભુનો પ્રસાદ છે. તેમ સમજી ગુનગુનાતું રહે તેવું જીવન જીવવું. જૈન ધર્મ સંકુલ, ધર્મનાથ ઉપાશ્રય, આયંબિલ ભવનના દ્વારોદઘાટનના ચડાવાનો ધોલેરા પરિવાર, પ્રવીણભાઈ લોખંડવાલા, દક્ષાબેન મુકેશભાઈ કામદાર અને જીવદયા કળશનો ઋષભ નવનીતભાઈ પટેલ, સુપર સે ઉપર વ્યાખ્યાન સંગ્રહનો રીટાબેન અભયભાઈ શાહે લાભ લીધેલ. ચાતુર્માસ ભક્તિનો લાભ મધુસુદન શેઠ, પ્રદીપભાઈ ખેતાણી, વીણાબેન ખેતાણી, હસુમતીબેન ધોળકીયા, પ્રદીપભાઈ કામદારએ લીધેલ હતી. એમ્બીવેલી સિટીના અમીશા નીરજ વોરા, ઉર્વિશ વોરા વગેરેની વિનંતિનો સ્વીકાર કરતાં આગામી ચાતુર્માસ જાહેર કરતાં અનેરો ઉમંગ છવાયો હતો. ચેન્નઈ અને ઈન્દોર સંઘે ચાતુર્માસની વિનંતી કરેલ. ગોંડલ સંપ્રદાયના શ્રી હરેશ વોરા, સુરેશ કામદાર, પ્રવીણ કોઠારી તેમજ સંઘ કમિટી વગેરેએ દાતાઓનું અભિવાદન કરેલ. તેમ જ મંગલપાઠ બાદ ૨૫૦૦ જેટલા ભાવિકો પ્રસાદ ગ્રહણ કરી ભાવવિભોર હૈયે વિખરાયા હતા.
What's Your Reaction?






