ચારકોપ વિધાનસભામાં કોંગ્રેસના ઉચ્ચ શિક્ષિત ઉમેદવાર મેદાનમાં ઉતર્યા

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનો જંગ હવે જામી રહ્યો છે, ઉમેદવારો તેના પ્રચારમાં તેમના સ્ટાર પ્રચારકોને ઉતારી રહ્યા છે, આ કડીમાં ઉત્તર મુંબઈની ચારકોપ વિધાનસભા વિસ્તારમાં કોંગ્રેસના ટેકનોક્રેટ ઉમેદવાર યશવંત જયપ્રકાશ સિંહનો પ્રચાર-પ્રસારે વેગ પકડ્યો છે. ચારકોપ વિધાનસભાના અનેક પડતર કાર્યોને પુરા કરવાની સુઝબુજ ઘરાવતા યશવંતભાઈ ઉચ્ચ શિક્ષા ધરાવે છે, એમ ટેક, એમબીએ અને એલએલબીનો અભ્યાસ પૂર્ણ કરનાર મહા વિકાસ આઘાડીના ઉમેદવારને ઠેરઠેરથી જન સમર્થન મળી રહ્યું છે. ચારકોપના વિકાસની પૂર્તિ કરવા અને સામાન્ય નાગરીકોની અપેક્ષા પુરી કરવા માટે યશવંતભાઈ ચૂંટણી જગમાં ઉર્તયા છે, ચારકોપ વિધાનસભા વિસ્તાર વિકાસથી વંચિત રહ્યો છે.
અહીના મતદારોનો સૌથી મોટી સમસ્યા પાઘડી ધારક ઈમારતોની છે, મકાન માલિક અને સંબધિત તંત્રની સાંઠગાઠને કારણે હજ્જારો લોકો ઘર વિહોણા બની ગયા છે, તેમની સમસ્યાના સમાધાન માટે છેલ્લા અનેક વર્ષોથી નાગરિકો લડત ચલાવી રહ્યા છે, આમછંતા હજુસુધી તેઓને તેમના ઘર પરત મળી શક્યા નથી. એથી યશવંતભાઇ આ સમસ્યાના કાયમી ઉકેલ માટે સ્થાનિક નાગરિકોની સાથે રહી તેમની પાયની સમસ્યા હલ કરવા ચૂંટણી મેદાનમાં ઉર્તયા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને નેતા સુપ્રિયા શ્રીનટે ગુરૂવારે સાંજે મુંબઈના ચારકોપ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર યશવંત જયપ્રકાશ સિંહના ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મંત્રી અસલમ શેખ સહિત આઘાડીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે યશવંત સિંહે અનેક સ્થાનિક સમસ્યાઓ પર વર્તમાન વિધાનસભ્યની નાકામીની રજુઆત કરીને અનેક સવાલો ઉઠાવ્યા હતા.
What's Your Reaction?






