ધડાકા સાથે સ્લેબ ધરાશાયી થતાં મહિલા દબાઈ

સુરત : રાંદેર વિસ્તારમાં આવેલા હાઉસિંગ બોર્ડના મકાનનો સ્લેબ ધડાકાભેર ધરાશાયી થયો હતો. બીજા માળનો એક રૂમનો આખો સ્લેબનો ભાગ ધરાશાયી થતાં આસપાસમાં અફડાતફડી મચી ગઈ હતી.
હાઉસિંગ બોર્ડના મકાનનો સ્લેબ તૂટી પડતાં બેડરૂમમાં રહેલી મહિલા દબાઈ ગઈ હતી. જેથી તેણીને સ્થાનિકોએ દોડી આવીને રેસ્ક્યું કરી હતી. મહિલાને બહાર કાઢીને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. મહિલાને હાથના ભાગે ફ્રેક્ચર થવાની સાથે મુઢ માર વાગ્યો છે. આ દુર્ઘટનાથી સ્થાનિકોમાં ભયનો ફફડાટ પેદા થયો છે.
મોહિનીબેને કહ્યું કે, હું પ્લાસ્ટિકના વાસણ મુકવા ગઈ હતી. એકદમ અવાજ આવ્યો એટલે જઈને જોયું તો રૂમનો સ્લેબ પડી ગયો હતો. વહુ દેખાઈ નહીં એટલે બૂમાબૂમ કરી હતી. તેના હાથમાં ફ્રેક્ચર થયું છે.નુકસાન પણ ઘણું થયું છે. સેટી તૂટી છે. એસી, કબાટ, ટેબલ સહિતનું રાચરસીલું તૂટી ગયું છે. નોટિસ પણ પાલિકા દ્વારા આપવામાં આવી છે. 40 વર્ષ જૂનું મકાન છે. દૂર મકાન મળતા હોવાથી લોકો ખાલી કરતાં નથી.
What's Your Reaction?






