મુંબઈ : ગુજરાતમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે મુંબઈથી ઉપડતી કેટલીક ટ્રેનોને રદ કરાય છે. વડોદરા પાસે રેલવે ટ્રેક ઉપર પાણી ભરાઈ જતા મુંબઈ થી વડોદરા થઈને જતી તમામ ટ્રેનો ને અસર પહોંચી છે જેના કારણે આજે કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે.
આ વિશે કચ્છ પ્રવાસી સંઘના નિલેશ શામજી શાહે જણાવ્યું હતું કે, કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી છે, જ્યારે મુંબઈથી કચ્છના રૂટ ઉપર કેટલાક રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જતા, આજે મુંબઈના બાંદરાથી ઉપડતી સયાજીનગરી એક્સપ્રેસ 20907 અને કચ્છ એક્સપ્રેસ 22295 રદ કરવામાં આવી છે.
Previous
Article