20 થી વધારે મગરો વડોદરા શહેરમાં ઘૂસ્યા

20 થી વધારે મગરો વડોદરા શહેરમાં ઘૂસ્યા

વડોદરા:  વડોદરા શહેરવાસીઓની સ્થિતિ હાલ અત્યંત કપરી બની ગઈ છે. છેલ્લા 2 દિવસમાં વિશ્વામિત્રી નદીમાં પાણીનો પ્રવાહ વધવાથી વિશ્વામિત્રી નદીમાં રહેતા મગર રહેણાંક વિસ્તારમાં ફરતાં જોવા મળી રહ્યાના હોવાના સતત ફોન રેસ્ક્યુ ટીમને મળી રહ્યા છે.

છેલ્લા બે દિવસમાં મગરના સાત જેટલા ફોન આવી ચૂક્યા છે અને રેસ્ક્યૂ કરાયા છે. હજુ દસ જેટલા કોલ પેન્ડિંગ છે, પાણી વધારે હોવાથી ત્યાં સ્વયંસવેકો પણ જઇ શકતા નથી. છેલ્લા સર્વે મુજબ વડોદરા વિશ્વામિત્રીમાં 14 ફૂટ થી નાના બચ્ચા સુધી આશરે 500 મગર છે. વેમાલીથી તલસટ સુધી નદીનો ભાગ વડોદરા શહેરમાંથી પસાર થાય છે તેટલા વિસ્તારમાં જ આ મગર છે. જ્યારે અન્ય નાના-મોટા તળાવમાં ત્રીસ જેટલા મગર છે. તેમ જ છેલ્લા બે દિવસમાં નવાયાર્ડ, મુંજમહુડા, માજલપૂર, કાશિવિશ્વનાથ મહાદેવ નજીક ભાયલી વગેરે સ્થળેથી મગરો ઘૂસ્યા હોવાની માહિતી રેસ્ક્યુ ટીમને મળી રહી છે. આ ઉપરાંત વીસ જેટલા સ્થળોએથી સાપને પણ રેસ્કૂ કરવામાં આવ્યા છે.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow