નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આવતીકાલે (શુક્રવારે) મહારાષ્ટ્રના વર્ધા અને અમરાવતી પહોંચી રહ્યા છે. તેઓ સવારે 11:30 વાગ્યે રાષ્ટ્રીય 'પીએમ વિશ્વકર્મા' કાર્યક્રમમાં ભાગ લેશે. આ કાર્યક્રમ અંતર્ગત પ્રગતિના એક વર્ષની ઉજવણી કરવામાં આવશે. આ માહિતી ભારત સરકારના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (પીઆઈબી) ના પ્રકાશનમાં શેર કરવામાં આવી છે.
પીઆઈબીના જાહેરનામા અનુસાર વડાપ્રધાન મોદી, આ કાર્યક્રમ દરમિયાન પીએમ વિશ્વકર્મા યોજનાના લાભાર્થીઓને પ્રમાણપત્રો આપશે. આ યોજના હેઠળ કારીગરોને આપવામાં આવેલા નક્કર સમર્થનના પ્રતીક તરીકે, તેઓ 18 ટ્રેડ હેઠળ 18 લાભાર્થીઓને પીએમ વિશ્વકર્મા હેઠળ લોનનું વિતરણ પણ કરશે. તેમજ, પીએમ વિશ્વકર્મા હેઠળની પ્રગતિના એક વર્ષ પૂર્ણ થયાની સ્મૃતિમાં પોસ્ટેજ સ્ટેમ્પ બહાર પાડશે.
વડાપ્રધાન મોદી, અમરાવતીમાં પીએમ મેગા ઈન્ટીગ્રેટેડ ટેક્સટાઈલ રિજન એન્ડ એપેરલ (પીએમ મિત્ર) પાર્કનો શિલાન્યાસ કરશે. 1000 એકરમાં ફેલાયેલ આ પાર્ક મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એમઆઈડીસી) દ્વારા રાજ્ય અમલીકરણ એજન્સી તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. મોદી સરકારે કાપડ ઉદ્યોગ માટે સાત પીએમ મિત્ર પાર્ક સ્થાપવાની મંજૂરી આપી હતી. પીએમ મિત્ર પાર્ક, દેશને કાપડ ઉત્પાદન અને નિકાસ માટે વૈશ્વિક હબ બનાવવાના વિઝનને સાકાર કરવાની દિશામાં એક મોટું પગલું છે. આનાથી વિશ્વ કક્ષાનું ઔદ્યોગિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં મદદ મળશે. તે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (એફડીઆઈ) સહિત મોટા પાયે રોકાણ આકર્ષવામાં સક્ષમ બનશે.
પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મહારાષ્ટ્ર સરકારની "આચાર્ય ચાણક્ય કૌશલ્ય વિકાસ કેન્દ્ર" યોજનાની શરૂઆત કરશે. 15 થી 45 વર્ષની વયજૂથના યુવાનોને તાલીમ આપવા માટે રાજ્યભરની જાણીતી કોલેજોમાં કૌશલ્ય વિકાસ તાલીમ કેન્દ્રો શરૂ કરવામાં આવશે. રાજ્યભરના આશરે 1,50,000 યુવાનોને દર વર્ષે મફત કૌશલ્ય વિકાસ તાલીમ મળશે.
વડાપ્રધાન મોદી, આ પ્રસંગે "પુણ્યશ્લોક અહિલ્યાદેવી હોલકર મહિલા સ્ટાર્ટઅપ યોજના" પણ લોન્ચ કરશે. આ યોજના હેઠળ, મહારાષ્ટ્રમાં મહિલાઓની આગેવાની હેઠળના સ્ટાર્ટઅપ્સને પ્રારંભિક તબક્કામાં સહાય પૂરી પાડવામાં આવશે. યોજના હેઠળ 25 લાખ રૂપિયા સુધીની નાણાકીય સહાય આપવામાં આવશે. આ યોજના હેઠળ, કુલ જોગવાઈઓના 25 ટકા પછાત વર્ગો અને આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓ માટે અનામત રાખવામાં આવશે. આનાથી મહિલાઓની આગેવાની હેઠળના સ્ટાર્ટઅપ્સને આત્મનિર્ભર અને સ્વતંત્ર બનવામાં મદદ મળશે.
વડાપ્રધાન મોદી આવતીકાલે મહારાષ્ટ્રના વર્ધા અને અમરાવતીનો કરશે પ્રવાસ
મુંબઇ ગ્રેન ડીલર્સ એસોસિએશને જીએસટી સુધારા માટે અપ...
મુંબઈ, 24 ઓગસ્ટ: મુંબઇ ગ્રેન ડીલર્સ એસોસિએશને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી, માનનીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ અને માનનીય ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી શ્રી પીય...
અમદાવાદમાં બનતો ઇતિહાસિક સબરમતી પુલ: બુલેટ ટ્રેન પ...
અમદાવાદ: દેશની પહેલી બુલેટ ટ્રેન માટેના મલ્ટી-મોડલ કોરીડોરના ભાગરૂપે, અમદાવાદ ખાતે સબરમતી નદી પર એક આધુનિક પુલનું નિર્માણ કરવામાં આવી રહ્ય...
વડોદરામાં પાણી કટોકટીની જાહેરાત: હવે 5 ઓગસ્ટે અડધા...
વડોદરા : વડોદરા મહાનગરપાલિકા હસ્તકના મહીસાગર નદીના રાયકા દોડકા ખાતે પાણીના સ્રોત સાથે લાઇન જોડવાનું કામ અગાઉ તા. 30 જુલાઈએ નક્કી કરવામાં આ...
અમદાવાદ : સાબરમતી નદીના કાંઠા માટે પૂરનું એલર્ટ: વ...
અમદાવાદ, 29 જુલાઇ 2025: ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે સાબરમતી ન...
એપ્લોઝ એન્ટરટેઇનમેન્ટની ‘ગાંધી’ એ TIFF ના રેડ કાર્...
મુંબઈ:ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ TIFF માં એપ્લોઝ એન્ટરટેઇનમેન્ટની સિરીઝ ‘ગાંધી’, જેનું નિર્દેશન હંસલ મહેતાએ કર્યું છે, આંતરરાષ્ટ્રીય દર્શકો માટે રજૂ કરવામાં આવી...
શ્રી કચ્છી રાજગોર ટ્રસ્ટ, મુળુંડ દ્વારા ભવ્ય શૈક્ષ...
મુલુંડ, તા. ૩ ઓગસ્ટ, ૨૦૨૫ રવિવાર: શ્રી કચ્છી રાજગોર ટ્રસ્ટ, મુળુંડ — જે વર્ષ ૧૯૮૫થી મુંબ્રા થી ભિવંડી અને ભાંડુપ વિસ્તાર સુધી કાર્યરત છે...
વસઈ-વિરાર મનપાનું વિચિત્ર કૃત્ય: સ્મશાનમાં રમતો મા...
વસઈ-વિરાર : વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશનનો નિયોજનનો અભાવ અને અસંવેદનશીલ સંચાલનનું વધુ એક ઉદાહરણ પ્રકાશમાં આવ્યું છે. જ્યાં મહાનગરપાલિકાના ઉદ્યાન વિભાગે વસઈના એક સ્મશાન...
ત્રીજા માળના મકાનમાં ઘુસવા માટે બીજી પત્નીએ ઉપયોગ ...
ભાયંદર : પતિના મકાન પર કબજો મેળવવા માટે બીજી પત્ની શીતલે મીરા રોડ ખાતે ક્રેનની મદદથી સીધા ત્રીજા માળની...
More Local News To You
Make every story matter—get news that resonates with you through your ABC Account.
વડાપ્રધાન મોદીએ, વાલ્મીકિ જયંતિ પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, આજે વાલ્મીકિ જયંતિ પર દેશવાસી...
લૉ સ્ટૂડન્ટે વડોદરામાં ઘાતક કાર અકસ્માત માટે ખાંચને આરોપી બનાવ્યો, નશામાં થવાની ઘટના નકારી
વડોદરા, ગુજરાત — ...
Stay Connected
એપ્લોઝ એન્ટરટેઇનમેન્ટની ‘ગાંધી’ એ TIFF ના રેડ કાર્પેટ પર ભારતનું ગૌરવ વધાર્યું
મુંબઈ:ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ TIFF માં એપ્લોઝ એન્ટરટેઇનમેન્ટની સિરીઝ ‘ગાંધી’, જેનું નિર્દેશન હંસલ મહેતાએ કર...
શ્રી કચ્છી રાજગોર ટ્રસ્ટ, મુળુંડ દ્વારા ભવ્ય શૈક્ષણિક સન્માન અને સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
મુલુંડ, તા. ૩ ઓગસ્ટ, ૨૦૨૫ રવિવાર: શ્રી કચ્છી રાજગોર ટ્રસ્ટ, મુળુંડ — જે વર્ષ ૧૯૮૫થી મુ...
વસઈ-વિરાર મનપાનું વિચિત્ર કૃત્ય: સ્મશાનમાં રમતો માટેના સાધનો લગાવાયા, નાગરિકોમાં રોષ
વસઈ-વિરાર : વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશનનો નિયોજનનો અભાવ અને અસંવેદનશીલ સંચાલનનું વધુ એક ઉદાહરણ પ્રકાશમાં આવ્યું છે. ...
Previous
Article