સુરત પાલિકાની સુમન હાઈસ્કૂલ ધોરણ 12ના પરિણામમાં 98% સાથે સૌની આંખે ચમક નાખી

સુરત પાલિકાની સુમન હાઈસ્કૂલ ધોરણ 12ના પરિણામમાં 98% સાથે સૌની આંખે ચમક નાખી

સુરત: સુરત મહાનગરપાલિકા સંચાલિત સુમન હાઈસ્કૂલે વર્ષ 2025ના ગુજરાત બોર્ડ ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામમાં 98 ટકા સફળતા હાંસલ કરી છે. આ સફળતા માત્ર સરકારી શાળાઓ માટે નહીં પરંતુ ખાનગી શાળાઓ સામે સ્પર્ધાત્મક માનદંડ ઉભું કરતી એવી છે.

આજે જાહેર થયેલા પરિણામ અનુસાર, 72 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવીને શાળાનું ગૌરવ વધાર્યું છે. આ વિદ્યાર્થીઓમાં સફાઈ વિભાગમાં કામ કરતાં માતાપિતાના સંતાનો, ગૃહિણીઓના બાળકો તથા અનાથ બાળકોનો પણ સમાવેશ થાય છે.

માધ્યમવાર પરિણામે ઝળહળ્યું:

  • ગુજરાતી માધ્યમ: 97%

  • હિન્દી અને મરાઠી માધ્યમ: 99%

સુરત મહાનગરપાલિકા દ્વારા નબળી આર્થિક સ્થિતિ ધરાવતા વિદ્યાર્થીઓ માટે સુરત શહેરમાં ચાર સુમન હાઈસ્કૂલો શરૂ કરવામાં આવી છે. અહીં ગુજરાતી, હિન્દી અને મરાઠી માધ્યમમાં આધુનિક ટેક્નોલોજી અને પાત્ર શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવે છે.

વર્ષ 2021થી ધોરણ 11 અને 12ના વર્ગો શરૂ કર્યા પછી માત્ર ત્રણ વર્ષમાં, સુમન હાઈસ્કૂલે એચ.એસ.સી બોર્ડના પરિણામમાં મહત્વપૂર્ણ સ્થાન પ્રાપ્ત કર્યું છે. 2024ની પરીક્ષા દરમિયાન પણ આ શાળાએ 98 ટકા પરિણામ આપી અન્ય શાળાઓ માટે પ્રેરણા બની છે.

સુરત પાલિકાની શિક્ષણ પ્રણાલી હવે માત્ર પ્રાથમિક શિક્ષણ પૂરતી મર્યાદિત રહી નથી, પણ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં પણ નોંધપાત્ર યોગદાન આપી રહી છે, જે વડે વંચિત વર્ગના બાળકોને પણ સમાન તકો મળી રહી છે.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow