પુણે પાસે એક ખાનગી કંપનીનું હેલિકોપ્ટર દુર્ઘટના ગ્રસ્ત થયું

પુણેઃ મહારાષ્ટ્રના પુણે જિલ્લાના પૌડ પાસે શનિવારે એક ખાનગી કંપનીનું હેલિકોપ્ટર દુર્ઘટના ગ્રસ્ત થયું હતું. ખરાબ હવામાનના કારણે આ અકસ્માત થયો હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે.
દુર્ઘટના સમયે આ હેલિકોપ્ટર મુંબઈથી હૈદરાબાદ જઈ રહ્યું હતું. ભારે વરસાદ દરમિયાન હવામાન ખરાબ હતું અને હેલિકોપ્ટર અચાનક દુર્ઘટના ગ્રસ્ત થઈ ગયું. આ હેલિકોપ્ટરમાં 4 લોકો હતા. પુણે (ગ્રામીણ) એસપી પંકજ દેશમુખે કહ્યું કે, પોલીસ આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ છે કે કેમ તેની તપાસ કરી રહી છે.
આ ભયંકર અકસ્માત પૌડ નજીક ઘોટાવડેમાં થયો હતો. ખરાબ હવામાન અને વરસાદના કારણે હેલિકોપ્ટર દુર્ઘટના ગ્રસ્ત થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
What's Your Reaction?






